JUNAGADHKESHOD

કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં સાડા ત્રણસો જેટલા દર્દીઓની તપાસ કરવામા આવી

*કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં સાડા ત્રણસો જેટલા દર્દીઓની તપાસ કરવામા આવી*

– કેશોદ જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે જેમની અંદર હાડકાના દુખાવા સાઈટીકા ચામડીના રોગો અને ખાસ કરીને પહેલાં અને ત્રીજા રવિવારે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજવામાં આવે છે યોજાયેલા આ કેમ્પની અંદર કેમ્પના ભોજન દાતા રૂખડભાઈ વિભાભાઈ હેરભા મગરવાડા વાળા તેમના પિતાશ્રીના સ્મરણાર્થે કેમ્પના દાતા રહ્યા હતા આ કેમ્પની શરૂઆત રૂખડભાઈ અને તેમના ધર્મ પત્ની દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ જેમની સાથે જલારામ મંદિરના રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર ડોક્ટર પટેલ સાહેબ દેવાભાઈ સિહાર વગેરે દ્વારા કરવામાં આવેલું હતું આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટે લગભગ સાડા ત્રણસો જેટલા દર્દીઓ આવેલા હતા જેમાંથી 142 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ હોસ્પિટલ મોકલવામાં આવેલા હતા જલારામ મંદિર દ્વારા અન્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું જેમાં સાંધાના દુખાવા સાયટીકા વા તેમજ ચામડીના દર્દો માટે ડોક્ટર શ્યામ પાનસુરીયા દ્વારા ફ્રી ઓફ સેવા આપવામાં આવેલી હતી જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 282 જેટલા કેમ્પ કરી અને 20,000 જેટલા દર્દીઓને નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા ભારે ઉઠાવવામાં આવેલી હતી

રીપોર્ટર – અનિરૂધસિંહ બાબરીયા કેશોદ

[wptube id="1252022"]
Back to top button