તમે મને લોહી આપો અને હું તમને આઝાદીનું વચન આપું છું.કહી અંગ્રેજ શાસનને હચમચાવનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતીએ શ્રધ્ધા સુમન અર્પણ

22 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઓરિસ્સાના કટક શહેરમાં જાનકીનાથ બોઝના ગૃહે માતા પ્રભાવતી કુખે તેવીસમી જાન્યુઆરી ૧૮૯૭ના રોજ નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ થયો હતો.તેમના પિતા જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાય બહાદુરનો ખિતાબ આપ્યો હતો.પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગા નારાયણ દત્ત હતું.દત્ત પરિવારને કોલકાતાનો એક કુલીન પરિવાર માનવામાં આવતો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતા.પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો.શરદબાબુ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું.બાળપણમાં સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા.૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં સફળ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.તેમના સાર્વજનિક જીવનમાં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વર્ષ કારાવાસમાં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧માં ૬ મહિના માટે કારાવાસ થયો.૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતા. ત્યારે તેમને કોલકાતાના મહાપૌર(મેયર) તરીકે ચૂંટી લેવામાં આવ્યા. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યા. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.૧૯૩૨માં સુભાષબાબુને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રાખવામાં આવ્યા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા.યુરોપમાં સુભાષબાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખવાની સાથે, પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. ત્યા તેઓ ઇટલીના નેતા મુસોલિનીને મળ્યા, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુંં વચન આપ્યું.આયર લેંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા.જ્યારે સુભાષબાબુ યુરોપમાં હતા, ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂની પત્ની કમલા નેહરૂનું ઑસ્ટ્રિયામાં નિધન થઈ ગયુંં. ત્યારબાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યા. જયાં સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજીના નેતૃત્વની બહુ ઊંડી નિંદા કરી..૧૯૩૪માં સુભાષબાબુને તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યા. રસ્તામાં કરાંચીમાં જ તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકારે તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધાદ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આજ઼ાદ હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું .પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ ” ચલો દિલ્લી “નો નારો દીધો . બંને ફૌજોએ અંગ્રેજો પાસેથી અંદામાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા.આ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદના અનુશાસનમાં રહ્યા.નેતાજીએ આ દ્વીપોંનું ” શહીદ ઔર સ્વરાજ દ્વીપ ” એમ નામકરણ કર્યું .બંને ફૌજોએ માંડીને ઇંફાલ અને કોહિમા ઉપર આક્રમણ કર્યું .પણ પછી અંગ્રેજોંનો પલળો ભરી પડ્યું.૧૮મી ઓગસ્ટ , ૧૯૪૫ના દિન પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.યશપાલસિંહ ટી વાઘેલા શ્રી ઓગડ વિધા મંદિર થરા એ જણાવ્યું હતું. 



