
૧૨ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


જામકંડોરણા તાલુકાના સાતો દડ ગામ પાસે આવેલ કોબેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ના છઠ્ઠા દિવસે રાજપરા ગામેથી ડીજેના તાલે વાજતે ગાજતે ભગવાનની જાનમાં બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા જાનયા રાજપરા ગામના સરપંચ તેમજ ઉદ્યોગ અગ્રણી મનસુખભાઈ સાવલિયા પણ જોડાયા હતા સાતોદડ ગામ ના સંજયભાઈ પાનસુરીયા એ કન્યાદાન કરીને ધન્યતા અનુભવીહતી કહેવાય છે કે સો યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું એક કન્યાદાન કરવાથી સોયજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ભાગવત સપ્તાહમાં આવેલા લોકોએ ભગવાનને કન્યાદાનમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને એક પુણ્યનું ભાથું બાંધ્યું હતું મંદિરના મહંત ગોકુલ ગિરી મહારાજ દ્વારા દરેક ભાવિ ભક્તો માટે સુંદર પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ મહાનુભાવોનુ તેમજ દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત સપ્તાહમાં સૌથી મોટું યોગદાન રાજકોટ ના ઉદ્યોગ અગ્રણી મનસુખભાઈ સાવલિયા નું રહ્યું હતું શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે આવા દાતાશ્રીઓને ભગવાન ભોળાનાથ ઘણું આપે ને આવા સદ કાર્યો કરતા રહો તેવા આશીર્વાદ પણ આપ્યા હતા મંદિરના મહત્વ દ્વારા દરેક સ્વયંસેવકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.





