જુનાગઢ હ્યુમાનીટી ફર્સ્ટ સંસ્થા દ્વારા ૧૭૦ ગરીબ બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો

જુનાગઢ હ્યુમાનીટી ફર્સ્ટ સંસ્થા દ્વારા ૧૭૦ ગરીબ બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : તા.૯, શહેરમાં યુવાનો દ્વારા ચલાવવામાં આવતી હ્યુમાનીટી ફર્સ્ટ સંસ્થા દ્વારા અમેઝિંગ જુનાગઢ પેજના એડમીન તથા મંજુબેન આહિરના સહયોગથી રવિવારના રોજ સાંજના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જઈને આશરે ૧૭૦ જેટલા બાળકોને નાસ્તાનુ વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ મંજુબેન આહીર દ્વારા બાળકોને શિક્ષણ, આરોગ્ય તથા જીવન જરૂરિયાત બાબતો અંગે માહિતગાર કર્યા હતા.
તેમજ હ્યુમાનીટી ફર્સ્ટ સંસ્થા છેલ્લા એક વર્ષથી કાર્યરત છે, અને આ સંસ્થાના યુવાનો દ્વારા દર રવિવારે જૂનાગઢ શહેર તથા આસપાસના ગરીબ વિસ્તારો તથા ઝૂપડપટ્ટીઓમાં જઈને દાતાઓની મદદથી ગરીબ બાળકોને નાસ્તો, તથા રાત્રી ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, અને બાળકોમાં શિક્ષણ અંગે જાગૃત કરીને બાળકોને શિક્ષણ કીટ પણ આપવામાં આવે છે.