DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

 આપતીનિયમન સજ્જતા સાથે કદમ મિલાવતી જામનગરની ઐતિહાસીક ગર્લ્સ સ્કુલ

આપતીનિયમન સજ્જતા સાથે કદમ મિલાવતી  જામનગરની ઐતિહાસીક ગર્લ્સ સ્કુલ

વીઝનરી આચાર્યાશ્રીનુ પ્રોત્સાહન અને ફાયરના નિપુણ અધીકારી તથા નિષ્ણાંત ટીમનુ માર્ગદર્શન

કેળવણી માત્ર એ નથી કે રોટલો કેમ રળવો પરંતુ દરેક કોળીયાને કેમ મીઠો કરી જાણવો એ પણ છે……..જીવન ઉપયોગી તાલીમથી સજ્જતા સલામતી અને સજાગતા જીવનભર રહે છે

*શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને ફાયર સેફટી અંગેની તાલીમ અપાઈ*

જામનગર ( ભરત ભોગાયતા)

કેળવણી માત્ર એ નથી કે રોટલો કેમ રળવો પરંતુ દરેક કોળીયાને કેમ મીઠો કરી જાણવો એ પણ છે……..આ વાતની સાર્થકતા જામનગરની ગર્લ્સ હાઇસ્કુલમા વખતો વખત જોવા મળે છે શિક્ષણ આવશ્યક છે સાથે સાથે ઇતર પ્રવૃતિઓ પણ જરૂરી છે તેમાય આજના સમયમા સલામતિ સજાગતા સજ્જતા પણ જરૂરી છે ત્યારે પ્રિન્સીપાલ વીઝનરી હોય ત્યારે એ શાળાના વિદ્યાર્થીઓ માટે ઘણિ પ્રવ્રતિઓ જીવન ઉપયોગી હોય છ

ત્યારે આ અંગેનો જામનગર  જીલ્લા માહિતી કચેરીના માહિતીમદદનીશ વિરેન્દ્રસિંહ પરમારનો અહેવાલ જોઇએ તો ફાયર સેફટી અંગે વિદ્યાર્થીઓ માહિતગાર બને તે હેતુથી ફાયર સ્ટેશન જામનગર દ્વારા શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફાયર સેફટી સિસ્ટમના ઉપયોગ અંગેની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય શ્રી બીનાબેન દવે જેઓ કુશળ એડમીનિસ્ટ્રેટર પણ છે શિક્ષણ ક્ષેત્રના વિઝનરી હોઇ સર્વાંગી શિક્ષણ ના હિમાયતી છે માટે તેમના     માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તાલીમમાં ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર શ્રી સંદીપ પંડ્યા  જેઓ બેસ્ટ ટ્રેનર હોવાની સાથે સાંપ્રત સમયની આપતિ ના નિવારણના નિપુણ છે તેમને નિષ્ણાંત ટીમ સાથે   ઉપસ્થિત સૌને પ્રાથમિક અગ્નિશામક તાલીમ, ફાયર સિસ્ટમની પ્રાથમિક જાણકારી, ફાયર સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરવો, આકસ્મિક સંજોગોમાં કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેમજ આગ લાગે તેવા સંજોગોમાં કઈ રીતે આગ પર કાબુ મેળવવો વગેરે બાબતે વિગતવાર તાલીમ આપી સૌને ફાયર સેફટી અંગે માહિતગાર કર્યા હતા.આ તાલીમ સૌ ને દરેક જરૂરી વખતે ઉપયોગી થશે

 

@_________________

BGB

gov.accre.

Journalist

and

member:::DDMC( district disaster management committee)

8758659878

[wptube id="1252022"]
Back to top button