JAMNAGARJODIYA

બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડિયા દ્રારા યુ.પી.વી. કન્યા વિદ્યાલય જોડિયા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું

બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડિયા દ્રારા યુ.પી.વી. કન્યા વિદ્યાલય જોડિયા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. આ કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટ્ય કરવામાં આવેલ. જેમાં આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર નુપુરમેડમ અને તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ તથા જોડિયા તા.પ. કારોબારી અધ્યક્ષ વલ્લભભાઈ ગોઠી, ન્યાય સમિતિના ચેરમેન જોડિયા જ્યોત્સનાબેન ભીમાણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સશક્ત અને સુપોષિત કિશોરી બને તે હેતુથી કિશોરીઓ માટે ઉપયોગી વિવિધ શાખાઓ દ્વારા લગત ઉદબોધન આપવામાં આવ્યું હતું. તથા કિશોરીઓ માટે ચાલતી વિવિધ યોજનાઓ વિષે માહિતી આપી હતી. કિશોરીઓને જાગૃત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાખાઓ લગત સ્ટોલ રાખવામાં આવેલ. જેમાં (૧) મહિલા અને બાળ વિકાસ વિભાગ જોડિયા (૨).આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જોડિયા (૩).સરકારી બેંક અને પોસ્ટ ઓફીસ જોડિયા (૪).મહિલા અને બાળ અધિકારીની કચેરીજામનગર (૫).જીલ્લા કાનૂની સેવા સતા મંડળ જામનગર (૬).શ્રમ અને રોજગાર વિભાગ જોડિયા ( ૭).સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (૮).શિક્ષણ વિભાગ જોડિયા. તથા એડવોકેટ કાનૂની જોડિયા સેવાઓ દ્વારા ચાઈલ્ડ મેરેજ એક્ટ અને કિશોરીઓને લગતા કાયદાઓ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સી.ડી.પી.ઓ. નર્મદાબેન ડી. ઠોરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ.
બ્લોક કો-ઓર્ડીનેટર હેતલબેન ચનીયારા. મુખ્ય સેવિકા જ્યોત્સનાબેન ગુસાઈ. મુખ્ય સેવિકા વિજયાબેન ગોહિલ. મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી જામનગર માંથી હેતલબેન અમેથીયા.. અમીનભાઈ ઓડિયા.. અને જીતેશભાઈ વરિયા અને કાર્યકર બહેનો અને ICDS ઘટક જોડિયા તથા યુ.પી.વી. કન્યા વિદ્યાલયના કર્મચારી દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ:: હડિયાણા.

[wptube id="1252022"]
Back to top button