JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરમા વિદેશી પ્લેન નુ બોમ્બ ની અફવાથી ઇમરજન્સી લેન્ડીંગ

બોમ્બવસ્ક્વોડ ફાયર એમ્બ્યુલેન્સ એસ.પી. કલેક્ટર પહોંચ્યા-અવર જવર બંધ
જામનગર ( ભરત ભોગાયતા)
મેક્સીકોથી ગોવા જતી ફ્લાઇટ નુ જામનગર સિવિલ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડીંગ થયુ છે બોમ્બ હોવાની અફવાથી આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નુ જામનગર ઉતરાણ થયુ છે તેમજ એરપોર્ટ પર બોમ્બ સ્ક્વોડ ફાયર ફાયટર એમ્બ્યુલન્સ ડોક્ટર ટીમ કલેક્ટર સૌરભ પારઘી એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત જુદી જુદી ટીમ ત્યા પહોંચી છે
દરમ્યાન જિલ્લા કલેક્ટર ની સુચનાથી એડીશનલ કલેક્ટર ભાવેશ ખેર એસ.ડી.એમ.જામનગર સીટી દર્શન શાહ  સીટી મામલતદાર  ડી.એમ.બ્રાંચના ડેપ્યુટી મામલતદાર  તેમજ લગત સ્ટાફ સૌ કચેરીએ પહોંચી જરૂરી હુકમોના સંકલન કરવા લાગ્યા છે અને કંટ્રોલ રૂમ ધમધમતો થઇ ગયો છે
તો હજુ વધુ ફાયર ફાયટર એમ્બ્યુલન્સ પોલીસ સુરક્ષા એજન્સીઓ મીલીટરી જીજીએચ ગર્વન્મેન્ટ હોસ્પીટલ વગેરે એલર્ટ સ્ટેન્ડ ટુ રાખવા આદેશ કરી દેવાયા છે
પ્લેન હાલ જ લેન્ડીંગ થયુ હોય હવે રાજ્યસરકાર તેમજ લગત એોથોરીટીની મંજુરી મળ્યે મુસાફરો જે મોટા ભાગના વિદેશી છે તેમને ઉતારી સલામત સ્થળે લઇ જવાનો પ્લાન થઇ રહ્યો છે

[wptube id="1252022"]
Back to top button