
બાળકો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાણી શકે તથા પ્રકૃતિ અને વિજ્ઞાનને ખુબજ નજીકથી અનુભવી શકે એ ઉદેશ્યથી તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ શ્રી હડીયાણા કન્યા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં એક બસ અમદાવાદ સાયન્સસિટી તથા એક બસ રાજકોટ પ્રવાસ માટે ગયા હતા. અમદાવાદ પ્રવાસમાં શાળાની કુલ ૪૯ વિધાર્થીની બહેનો, મકવાણા હિતેશભાઇ, સી.ઓ. ધમસાણીયા, દેવાંગીબેન બારૈયા તથા હિનાબેન પરમાર ઉપરાંત રાજકોટ પ્રવાસમાં શાળાની કુલ ૫૦ વિધાર્થીની બહેનો, શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણા. સુરેશભાઇ મકવાણા, નિરુબેન મકવાણા અને ભારતીબેન ભિમાણી જોડાયા હતા. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બાળકોએ અમદાવાદમા સાયન્સસિટીની તથા રાજકોટ પ્રવાસમાં બાળકોએ રામવન, રોટરી ડોલ મ્યુઝિયમ, મહાત્મા ગાંધીજી મ્યુઝિયમ, રેસકોર્સ, બાલભવન, ફનવર્ડ વગેરે સ્થળોની મુલાકાત દીધી હતી. પ્રવાસ દરિયાન બાળકોએ ખુબ જ મજા કરી હતી……………..
રિપોર્ટર :;શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા.