
જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં આજરોજ એક આરોગ્ય સેમીનારનું આયોજન શ્રી રવેચી કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડીયાણા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડીયાણાના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રવાસીબેન, હડીયાણાના CHO ડોક્ટર ભાર્ગવભાઈ, ગોસાઈ હડીયાણા PHC ના FHS પંડ્યાબેન તથા શાંતુબેન, MPS દુષ્યંતભાઈ નકુમ તથા હડીયાણા PHC ના સ્ટાફ દ્વારા આજે હડીયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનોને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં માસિક ચક્ર વિશે, અનીમિયા અંગે, પોલીક એસિડની ગોળીઓના મહત્વ વિશે તથા હાથ ધોવાની સાચી રીત વિશે જેવા અનેક મુદ્દાઓ અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત શાળાની ધોરણ 5 થી 8 ની તમામ વિદ્યાર્થીની બહેનોના આજે હિમોગ્લોબીન ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું. અને તેઓને આ અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રવેચી કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી વૃંદાબેન મકવાણા શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડીયાણા નો સમગ્ર સ્ટાફ કન્યા શાળાનો સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીની બહેનો આંગણવાડીના બહેનો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ મકવાણા દ્વારા PHC હડીયાણાનો આભાર વ્યક્ત કર્યો હતો………………………….
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા….