
તાલુકા કાનુની સેવા સમિતિ, વન વિભાગ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે કાજ પ્રાથમિક શાળા મુકામે બાળકોને સમજવામાં આવ્યું કે વધતી જતી વસ્તી એ એક માનવ સમાજ માટે ચિંતાનો વિષય છે. વધુ પડતી વસ્તી એ એક એવો મુદ્દો છે, જેણે આ પૃથ્વી પરના દરેક જીવંત વ્યક્તિ માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી છે. વૈશ્વિક વધતી વસ્તી દ્વારા ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા અને તેના વિશે જાગૃતિ લાવવા 11 જૂલાઈના રોજ ‘વિશ્વ વસ્તી દિવસ’ દિવસ ઉજવવામાં આવે છે.તેમ બાળકોને સમજાવ્યા હતા.તેમજ વુક્ષોની જાળવણી તેમજ રોપણી વિશે સમજાવ્યા હતા.તેમજ પર્યાવરણ કાયદાઓ વિશે સમજવામાં આવ્યા.તેમજ વુક્ષ આપણા મિત્રો છે.જેવા સ્લોગનો આપ્યા. તેમજ પર્યાવરણ રક્ષણ માટેના અધિકારો ,વિશે સમજવામાં આવ્યા.
કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી ડો, પ્રો રામભાઇ વાઢેર તેમજ સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના વન કમી,તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.






