GIR SOMNATHGIR SOMNATH

ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ મિટિંગ જુદી જુદી સમિતિઓની રચના કરી કલેક્ટરએ વિવિધ મુદ્દેશીર્ષ અધિકારીઓને આપ્યું માર્ગદર્શન

 

સોમનાથમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ના આયોજન અંગે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ઇણાજ ખાતે મીટીંગ યોજાઇ હતી. જેમાં જુદી જુદી સમિતિઓની રચના કરી કલેક્ટરએ વિવિધ મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સદભાવના મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થશે. પતંગ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન થાય તે અંગે કલેક્ટર રાજદેવસિંહ ગોહીલે કન્વીનર અને સહકન્વીનર અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો અને આયોજન અંગે જરૂરી સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતાં.
આ મિટિંગમાં પતંગમહોત્સવની ઉજવણી દરમિયાનઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિવાસ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, સુરક્ષા સલામતી જેવા મુદ્દે વિવિધ પાસાઓ અંગે વિચારવિમર્શ કરી જુદી જુદી સમિતિઓની રચના કરી મહોત્સવ ભવ્ય, શાનદાર તેમજ સુવ્યવસ્થિત રીતે ઉજવાય તે અંગે કામગીરી કરવા અંગેના યોગ્ય અને જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતાં.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button