GIR SOMNATHGIR SOMNATH

ગીર સોમનાથઃ વેરાવળમાં શરૂ થયું લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલ સેન્ટર ગરીબ અને અસહાય આરોપીને વિનામૂલ્યે મળી રહેશે

ગીર સોમનાથ,ફોજદારી કેસોના ગરીબ આરોપીઓને યોગ્ય કાનૂની સલાહ મળી શકે તેવા શુભ હેતુથી વેરાવળ કોર્ટ કમ્પાઉન્ડમાં એલ.એ.ડી.સી સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું. આ સેન્ટરનો મુખ્ય હેતુ ગરીબ તબક્કાના આરોપીઓને કાનૂની સહાય પૂરી પાડવાનો છે. જેથી ગરીબ અને અસહાય આરોપી પણ યોગ્ય કાયદાકિય સલાહથી વંચિત ન રહે. જેથી વેરાવળ ખાતે ફોજદારી અને સેશન્સ કેસોમાં આવા તબક્કાના આરોપીઓનો કેસ કોઈપણ જાતનો ચાર્જ કે ફી લીધા વગર ડિફેન્સ કાઉન્સેલ સેન્ટરમાં લડવામાં આવશે.આવા આરોપીઓનો કેસ સેન્ટરના ચીફ કાઉન્સિલ તથા સહાય કાઉન્સિલ લડી આપશે. જેમની મળવાપાત્ર ફી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ચૂકવવામાં આવશે. જેથી જરૂરી એવા પક્ષકારોને પૂરતી અને શ્રેષ્ઠ કાનૂની સેવા મળશે. ડિફેન્સ કાઉન્સીલ સેન્ટર શરૂ કરવામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનપી.જી.ગોકાણીના માર્ગદર્શન હેઠળ સચિવ કે.જી.પટેલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.આ તકે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તેમજ જસ્ટીસ શસોનિયા ગોકાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તેમજ વેરાવળ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમજ ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,સેન્ટરના મુખ્ય સલાહકાર ડિમ્પલબહેન વ્યાસ તેમજ સહાયક એચ.કે.મશરૂ તેમજ વેરાવળ ખાતેના ન્યાયિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

 

[wptube id="1252022"]
Back to top button