સોમનાથ ટ્રસ્ટે જર્જરિત ગેસ્ટ હાઉસ સંકુલ જોડતી દુકાનોના દુકાનધારકોને કરી અગમચેર્તીની તાકીદ

સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકની ગૌરીકુંડ અને સોમનાથ ટ્રસ્ટની ઓફિસની સામે આવેલ અંદાજે ૪૦ જેટલા દુકાનધારકોને તાકીદ નોટીસ પાઠવી છે. ટ્રસ્ટના જનરલ મેનેજરની સહી સાથે પાઠવાયેલ નોટીસમાં જણાવાયું છે કે ટ્રસ્ટને નગરપાલિકા તરફથી ત્રણ વખત આ જર્જરિત ગેસ્ટ હાઉસ અંગે નોટીસ અપાયેલ છે.અને ગેસ્ટ હાઉસ નીચે આવેલ દુકાનો માટે આ બિલ્ડીંગ ચોમાસામાં ભયજનક જર્જરિત બની શકે તેમ હોઇ જાહેર સલામતિ અને જાહેર હેતુ ધ્યાને લેતાં ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ હસ્તકના મોહન, ગોકા અતિથી ગૃહોના પાંચ રૂમો તથા રેકર્ડ રૂમનું બિલ્ડીંગનું આયુષ્ય પૂર્ણ થયેલ હોય અને સમારકામની સ્થિતિમાં ન હોય જર્જરિત થયેલ આ બિલ્ડીંગ ઉતારી લેવા સૂચિત કરવામાં આવેલ છે.તે મુજબ તા.૧૫-૬- ૨૪ ના રોજ દુકાનદારો સાથે મીટીંગ કરી સૂચિત પણ કરાયેલ છે. હાલ વરસાદની આગાહી છે અને આ બિલ્ડીંગ જર્જરિત હોય તાત્કાલીક ઉતારી લેવાનું છે. જેથી નોટીસ મળ્યેથી વેપારી હસ્તકની દુકાનમાંથી સામાનસિફફ્ટ કરવા અને તેમ કરવામાં નહીં આવે તો દુકાનમાં માલસામાનને કોઇપણ નુકશાન કે જાનહાનીની હાની થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી દુકાનદારની રહેશે અને તેની સામે ધોરણસર કાર્યવાહી કરાશે. તેની તાકીદ કરાય છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ