DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વતૈયારીની કલેકટરશ્રી એમ.એ.પંડ્યાએ સમીક્ષા કરી

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરાશે

****

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા તા.૧૨,

          આ વર્ષે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયા ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક સભાખંડ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. કલેકટરશ્રી એમ. એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટરશ્રીએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ , ટેબ્લો ર્નિદેશન, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદા પણ ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી.

          બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરશ્રી ભુપેશ જોટાણીયા, ડી.આર.ડી.એ. નિયામકશ્રી એ.ડી.પરમાર, ડી.વાય.એસ.પી.શ્રી પરમાર તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button