
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા 6, 7 અને 8 જાન્યુઆરી 2023 ના રોજ ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, સેવાધામ, આહવા ખાતે યુવા નેતૃત્વ અને સમુદાય વિકાસ (TYLCD) કાર્યક્રમ અંતર્ગત તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિત્વ વિકાસ, આંતર વ્યક્તિત્વ કૌશલ્યો, સહાનુભૂતિ, નેતૃત્વ કૌશલ્યો અને સહભાગી યુવાનોમા સમાજિક વિકાસ, સ્વયંસેવકતા, સેવા, સામાજિક પ્રતિબદ્ધતા, અને દેશભક્તિના મૂલ્યો વિશે જાગૃતિ લાવવાનો હતો.
3 દિવસીય રહેણાંક કાર્યક્રમમા વ્યસન મુક્તિ આયોજન, સમાજ સેવા ક્ષેત્ર, આપત્તિ વ્યવસ્થાપન, વિજ્ઞાન, NGOs, આરોગ્ય વિભાગ જેવા વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ ડાંગ જિલ્લાના વિવિધ ગામોના કુલ 40 યુવાનોને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. સાથે ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન અને યોગ અને ધ્યાન સત્રો જેવી રમતગમતની પ્રવૃત્તિઓ હાથ ધરવામા આવી હતી.
કાર્યક્રમમા સામાજિક કાર્યકર શ્રી તરૂણ સોંલકી, પ્રોફેસર શ્રી સચિન મહેતા, ડીઝાસ્ટર વિભાગકર્મી શ્રી ચિંતન પટેલ, જિલ્લા વિક્ષાન કેન્દ્ર કર્મચારી શ્રી આ.ડી.સુર્યવંશી, આગાખાન સંસ્થાના કર્મચારી શ્રી કીર્તીભાઇ પટેલ, સિવિલ આર.એમ.ઓ શ્રી રીતેશ ભ્રમભટ્ટ, તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–