
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ગિરિમથક સાપુતારાનાં તળેટીય વિસ્તારમાં કુદરતી વન સંપદાનાં ખોળે આદિવાસી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિનું પ્રદાન કરતી પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલીત સંતોકબા ધોળકિયા વિધામંદિર માલેગામ શાળા ખાતે પ.પૂ.પી.પી.સ્વામીજીનાં સાનિધ્યમાં ત્રીવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સંતોકબા ધોળકિયા વિધામંદિર શાળા માલેગામ ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળાબેન રાઉતની પ્રેરક ઉપસ્થિતમાં શાળાનાં ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ, ઇનામ વિતરણ સહિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો.અહી વિદ્યાર્થીઓએ ઉપસ્થિત માતા પિતાનું પૂજન,આરતી,પ્રદીક્ષણા, પંચાગ પ્રણામ કરી પોતાના હાથથી સંપૂર્ણ ભોજન કરાવી ભારતીય સંસ્કૃતિનું અદમ્ય ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. આ પ્રસંગે શાળાનાં સંચાલક પ.પૂ.પી.પી.સ્વામીજીએ વિદ્યાર્થીઓને સંસ્કૃતિનું જતન સહિત શિક્ષણ પર ભાર મૂકી આશીર્વચન આપ્યા હતા.ડાંગ જિલ્લાનાં સંતોકબા ધોળકિયા વિધામંદિર માલેગામ ખાતેનાં ત્રિવિધ કાર્યક્રમમાં શાળાનાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…





