
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા માં ગીતાજલિ સ્કૂલ ના હોલ માં ગુજરાત,મહારાષ્ટ્ર માંથી પવાર પરિવાર ના લોકો એકત્રિત થઈ આહવા ખાતે ડાંગ જિલ્લાનું મોટી સંખ્યા માં સંમેલન નું આયોજન કરવામાં આવનાર છે જે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી જ્યાં આવેલ તમામ પવાર પરિવાર ને પ્રીતિ ભોજન અને પરિચય કર્યા બાદ પવાર પરિવાર ના સભ્ય એવા દશરથ ભાઈ પવાર ,ડો પવાર , સુલેમાન ભાઈ પવાર દ્વારા સંમેલન ને લઈ વિવિધ મુદ્દા ઓ બાબતે ચર્ચા વિચારણા કરી પવાર સમાજને સંગઠિત કરી સંગઠન કરવાની જરૂર છે અને એમાં સહભાગી થઈ સમાજ ના લોકો ને નડતી મુશ્કેલીઓ સમયે સંગઠિત થઈ પરિવાર ના તમામ સભ્યો સાથે બેઠક કરી.જ્યાં ગત ૨૨ ફેબ્રુવારી ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ટિમ્બર હોલ ખાતે બીજી બેઠક કરવાનું આયોજન કરવામાં આવનાર છે ડાંગ જિલ્લા માં થનાર સંમેલન માં પવાર પરિવાર તરફી આદિવાસી સમાજ ના ડાંગી નૃત્ય,ઠાકરે નૃત્ય,પાવરી નૃત્ય,ભવાડા ,હોડકા નૃત્ય,નંદી બલ, મોરનાચ, સમાજ ઉપયોગી કૃતિ ઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવા માં આવશે જે બાબતેની ચર્ચા કરવામાં આવી હતી.