
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી પડતી હોય છે.ડાંગ જિલ્લામાં રોજેરોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોની સંખ્યા પણ વધુ હોય જેથી અહીં ગરીબ પરિવારો સહિત મધ્યમ વર્ગ પરિવારનાં બાળકો આશ્રમશાળા તેમજ છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા હોય છે.ત્યારે કડકડતી ઠંડીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે સેવા ભાવિ સાસ્વતમ પરિવાર ગુજરાત પ્રદેશનાં સહયોગથી પરમ પૂજ્ય સ્વામી ડો.ઉમાકાંતા નંદ સરસ્વતીજી મહારાજ મહામંડલેસ્વર જૂના અખાડાનાં આશીર્વાદથી ૧૬૦ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.શ્રી વાત્સલ્ય ધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય વાંઝટઆંબા,વેદેહી સંસ્કાર ધામ શિવારીમાળ ખાતે ગરમ ધાબળા બિસ્કીટ સહિત બાળકોને ચોકલેટનું વિતરણ કરી સેવાની મહેક પ્રસરાવતા નાના ભૂલકાઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.માનવ સેવા એજ પ્રભુ સેવાનું ઉદાહરણ પુરૂ પાડનાર સેવાભાવી સંસ્થાઓનાં સથવારે ડાંગનાં ગામડાઓમાં હમેશા સેવાનો યજ્ઞ ચાલુ જ રાખવામાં આવ્યો છે.અહી ખરા સમયે વિદ્યાર્થીઓને જરૂરીયાત મુજબની વસ્તુઓ મળતા સેવાભાવી સાસ્વતમ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો..