DANG

ડાંગ: સુરત રેન્જનાં એડી.ડી.જી.પી પિયુષ પટેલની અધ્યક્ષતામાં ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લોકદરબાર યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા અને સુબિર ખાતે સુરત રેંજનાં એડી.ડી.જી.પીનાં અધ્યક્ષ સ્થાને ગેરકાયદેસર નાણા ધીરનાર વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ માટે લોકદરબાર યોજાયા….પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં વ્યાજખોરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનાં પગલે આત્મહત્યાનાં બનાવો વધ્યા હતા.અમુક લોકો વ્યાજખોરોનાં ત્રાસથી આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા હતા.જેના પગલે અનેક પરિવારનો માળો વિખેરાઈ જવા પામ્યો હતો.જેથી થોડા દિવસ પૂર્વે જ રાજયનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજયમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક પગલા ભરવાનાં આદેશો જાહેર કર્યા હતા.જેનાં ભાગરૂપે આજરોજ સુરત રેંજનાં એડી. ડી.જી.પી.પિયુષ પટેલનાં અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા અને સુબિર ખાતે લોકદરબાર યોજાયા હતા.આ લોકદરબારમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલ અને ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતે ઉપસ્થિત આગેવાનો સહીત લોકોને વ્યાજખોરી વિશે વિસ્તૃત વિગતો પુરી પાડી જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં વ્યાજખોરોનું પ્રમાણ ઓછુ છે.તેમ છતાંય ડાંગ જિલ્લાનાં લોકોએ બનાવટી નાણા ધીરનાર કંપનીઓથી ચેતી જવુ જોઈએ તથા ડાંગવાસીઓને લોન સહીત યોજનાઓ સરકારી માન્ય બેંક અથવા સરકાર પાસેથી લેવાનો આગ્રહ રાખ્યો હતો.વધુમાં તેઓએ કાયદાકીય અંગેનું જ્ઞાન પોલીસ પાસેથી લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહી પરિવારને બચાવવા માટેનો અનુરોધ કર્યો હતો.આ લોકદરબારમાં આગેવાનોને સંબોધતા સુરત રેંજનાં એડી.ડી.જી.પી.પિયુષ પટેલે જણાવ્યુ હતુ કે વ્યાજખોરોનાં ત્રાસ અને આંતકથી સામાન્ય જનતા પીસાઈ રહી છે.અને લોકો આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે.જેથી આમ જનતાએ આ બાબતે જાગૃત થવુ જરૂરી છે.ડાંગ જિલ્લાની જનતાએ રજિસ્ટ્રેશન હોય તેવા વ્યક્તિ પાસે જ ધિરાણ કરવુ અને તેઓએ સરકારી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી.ડાંગ જિલ્લામાં પણ ગેરકાયદેસર વ્યાજખોરો ધ્યાનમાં આવે તો ડાંગ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ.વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે ચાઈનીસ માંજા અને તુક્કા સહીતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પણ અભિયાન હાથ ધરાયુ છે.ડાંગ જિલ્લાનાં લોકોએ વાહન ચલાવતી વખતે હેલ્મેટ સહીત ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે તેવો અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે લોકોનાં પ્રશ્નોના જવાબ આપી તુરંત હલ કરવાની ખાતરી આપી હતી.અહી ડાંગ જિલ્લા એસ.પી.રવિરાજસિંહ જાડેજા સહીત ડાંગનાં લીડ બેંકનાં મેનેજર તેમજ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કાયદા અને યોજનાઓ અંગે ઉપસ્થિત આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.અને ગામડે ગામડે લોકોમાં વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ માટેનાં પ્રયાશો હાથ ધરવા માટે જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે યોજાયેલ વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમમાં સુરત રેંજનાં એડી.ડી.જી.પી. પિયુષ પટેલ,ડાંગ એસ.પી રવિરાજસિંહ જાડેજા,ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,સુબિર તાલુકા પંચાયતનાં પ્રમુખ બુધુભાઈ કામડી,ડાંગ ભાજપાનાં મહામંત્રી હરિરામભાઈ સાંવત,નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ,અશ્વિન પટેલ,એલ.સી.બી પી.એસ.આઈ જયેશભાઇ વળવી,સુબિર પી.એસ.આઈ.કે.કે.ચૌધરી,સાપુતારા પી.એસ.આઈ કે.જે.નિરંજન,આહવા પી.એસ.આઈ એ.એચ.પટેલ,વઘઇ પી.એસ.આઈ.પી.બી.ચૌધરી સહીત હેડક્વાર્ટર શાખાનાં તમામ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યુ હતુ…

[wptube id="1252022"]
Back to top button