WANKANER:વાંકાનેર ના કેરાળા ગામે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા અંતર્ગત નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું શાળામાં આવકાર સાથે સ્વાગત કરાયું

વાંકાનેર ના કેરાળા ગામે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા અંતર્ગત નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું શાળામાં આવકાર સાથે સ્વાગત કરાય

સમગ્ર ગુજરાતમાં 22 જાન્યુઆરી શ્રી રામ જન્મભૂમિ આયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોટા ભાગની સરકારી કચેરીઓમાં શાળા સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોદીની ગેરંટી વાળી ગાડી કેરાળા ગામે 22 જાન્યુઆરીના રોજ 3:30 કલાકે કેરાળા પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો જ્યાં સ્થાનિક ગામજનો સરપંચ સહિત શાળા સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા આવકાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં દીપ પ્રગટ્ય કાર્યક્રમથી શરૂઆત કરી મહાનુભાવોના ફૂલહાર થી સ્વાગત બાદ કાર્યક્રમને આગળ વધારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે કેરાળા ગામ જનોને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પરિસ્થિતિને ધ્યાને રાખી રાષ્ટ્રીય ગીત સાથે નાટક રજૂ કર્યું હતું તેને પુરસ્કાર કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલાએ પુરસ્કાર આપ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક સરપંચ નરગીસ બેન તેમજ શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા સર્વે મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરી સિંહ ઝાલા તેમજ જિલ્લા રોજગારઅધિકારી મનિષાબેન સવનિયા.સુરેશભાઈ પ્રજાપતિ ભાજપ અગ્રણી દલડી ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન નરેન્દ્ર ભાઈ સોલંકી સહિત તાલુકા પંચાયત નો સ્ટાફ સહિત કેરાળા ગામના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કેરાળામાં યોજાતા એક યાદગાર બની છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેરાળા પ્રાથમિક શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ વિગેરે સારી એવી જ વાત ઉઠાવી હતી જે તસવીર અદ્રશ્ય મન થાય છે





