
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (યુ.આઇ.ડી.એ.આઇ.) ભારત સરકારની તા.૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને કોઇ આધાર અપડેશન કરવામાં આવેલા ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો લાભ લેવા નિયત દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરવા લેવા જણાવાયું છે. જે માટે સરકારશ્રી દ્વારા રૂા.૫૦/- નો દર નકકી કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવા નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]