
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં ગુન્હાઓનાં કામે છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને એલ.સી.બી પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાંઓએ ડાંગ જિલ્લાનાં અલગ અલગ પોલીસ મથકનાં ગુન્હાઓનાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચનો બહાર પાડ્યા હતા.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે ડાંગ જિલ્લા એલ.સી.બી.પી.એસ.આઇ જયેશભાઇ વળવીની ટીમોમાં એ.એસ.આઈ.મનહરસિંહ ઝાલા તથા અ.હે.કો લક્ષમણભાઈ ગવલીનાઓ સાપુતારા પોલીસ મથકનાં હદમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એલ.સી.બી પોલીસની ટીમને આધારભૂત બાતમી મળી હતી કે સાપુતારા પોલીસ મથક સી પાર્ટ ગુ.ર.ન.11219030210198/2021 પ્રોહી એક્ટ કલમ.ન.65 એ,ઈ,81,83,98(2) મુજબ તથા સાપુતારા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.11219030220044/2022 પ્રોહીબિશન કલમ.ન.65 એ,ઈ,81,83,98(2) મુજબનો વોન્ટેડ આરોપી રવિ ઉર્ફ રવિન્દ્રભાઈ ઉત્તમભાઈ જાદવ રે.હતગઢગામ તા.સુરગાણા જી.નાસિકનાઓ જે સાપુતારાની બાપા સીતારામ હોટલ પાસે હોય જેથી એલ.સી.બીની ટીમે સ્થળ પર પોહચી જઈ આ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી સાપુતારા પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…