DANG

ડાંગ:ભવાનદગડ સ.મા. શાળાનું વન ભોજન કાર્યક્રમ વઘઇ બોટનીકલ ગાર્ડન ખાતે યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ આહવા તાલુકાની સરકારી માધ્યમિક શાળા ભવાનદગડ વઘઇ બોટાનિકલ ગાર્ડનમાં વનભોજન નું આયોજન કરવામાં આવ્યું. વન ભોજન કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રીમતિ. ભાવિનીબેન એમ. પટેલના નેતૃત્વ હેઠળ અને શાળાના સ્ટાફ મ. શિ.શ્રીમતિ અર્ચનાબેન બી. પરમાર, સંજયકુમાર થોરાટ, તથા ઉમેશભાઈ ધૂમ
સહિત શાળા પરિવાર ના સહયોગથી આ કાર્યક્રમનું સુચારુ આયોજન હાથ ધરવામાં આવ્યું..આ ઉદ્યાનમા વિદ્યાર્થીઓને વૃક્ષ સહિત વનસ્પતિ તથા ઉદ્યાનની પૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી વનસ્પતિ ઉદ્યાન ખાતે વનભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથેજ રમત કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું હતું જેમાં ઉદ્યાનમાં વિદ્યાર્થીઓએ સંતાકૂકડી, ખો -ખો, આંબલી- પીપળી જેવી રમતો રમી વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતાં આ ઉપરાંત ઉધાન મા આવેલી વિવિધ વનસ્પતિઓ જેવી કે પામ, કેકેટ્સ, વગેરે તથા ઓર્કિડ મ્યુઝિયમ, હારબેરિયમ સીટ,રોઝ પ્લોટ, બામ્બુ પ્લોટ, ટેક્સનોમી પ્લોટ, ગ્રીન હાઉસ વગેરેની મુલાકાત લઈ માહિતી મેળવી હતી ઉપરાંત હાજર વિભાગના અધિકારીશ્રીઓએ લુપ્ત થતા પ્રાણીઓ અને પક્ષીઓની માહિતી આપી હતી અને આ પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે સમગ્ર સૃષ્ટિ પર વન્ય સંપત્તિનું મહત્વ સમજાવ્યું હતું ઉપરાંત પર્યાવરણને બચાવવા માટે પણ વૃક્ષોની અગત્યતા વિશે સમજાવ્યું હતું વધુમાં વઘઇ  સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ  સલામતી સપ્તાહ અંતર્ગત વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓ સહિત શાળા પરિવારના તમામ કર્મચારીઓને માહિતગાર કર્યા હતા.ત્યારબાદ શાળા પરિવારના તમામ સભ્યો પ્રાકૃતિક વાતાવરણમાં સમૂહમાં બેસી વન ભોજનનું સ્વાદ માણ્યું હતું

 

[wptube id="1252022"]
Back to top button