AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો…

મદન વૈષ્ણવ-ડાંગ
28/6/2023

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ…
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચોમાસાની ઋતુએ ધીરે ધીરે પગરવ માંડ્યો છે.ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસથી ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા ધરા તરીતૃપ્ત બની જવા પામી છે.ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા ખેડૂતો પણ ખેતરોમાં જોતરાઈ ગયા છે.આજરોજ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ,આહવા,ચીંચલી,પીપલાઈદેવી,લવચાલી,સુબિર, કાલીબેલ ,ભેંસકાતરી,વઘઇ સાકરપાતળ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચોમાસાની ઋતુનાં આગમનની સાથે પ્રકૃતિ પણ ધીરે ધીરે લીલોતરીમાં પગરવ માંડતા વનસંપદાનાં દ્રશ્યો મનોરમ ભાસી ઉઠ્યા છે.ગિરિમથક સાપુતારા ખાતે રોજેરોજ વરસાદી માહોલ બાદ સમયાંતરે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આહવા પંથકમાં 37 મિમી અર્થાત 1.48 ઈંચ, સાપુતારા પંથકમાં 25 મિમી અર્થાત 1 ઈંચ, સુબિર પંથકમાં 33 મિમી અર્થાત 1.32 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 42 મિમી અર્થાત 1.68 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો…

[wptube id="1252022"]
Back to top button