
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
શિવારીમાળ ખાતે અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ સ્વ નિર્ભર થાય એવા આશયથી રોજગાર લક્ષી સાધનોનો વિતરણ કરવામાં આવતા દિવ્યાંગ વ્યક્તિઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલ શિવારીમાળ ગામની અંધજન શાળા ખાતે નવાવર્ષ ૨૦૨૩ ની શરૂઆત 1 જાન્યુઆરીએ અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ દ્વારા નવીન ફ્લોરાઇન ( મફતલાલ ગ્રૂપના) સહયોગથી સીએસઆર કાર્યક્રમ હેઠલ ૬૩ દિવ્યાંગ વ્યક્તિઓને અલગ અલગ રોજગાર લક્ષી સાધનોની કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
જેમાં અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાબાદ ના રોજગાર વિભાગની ટીમના કિન્નરીબેન દેસાઈ ના નેજા હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને હાથ લારી, સિલાઈ મશીન, પ્રોવિઝન કિટ, એગ્રીકલ્ચરલ કિટ, મોબાઈલ રીપેરીંગ કિટ,ઓટો મોબાઈલ કીટ, ચા નો કિટ, લેડીઝ બ્યુટીપાર્લર કીટ, મોબાઈલ એસેસરી કિટ, ડેરી ઉદ્યોગ કિટ જેવી વિવિધ પ્રકારની કુલ ૬૩ જેવા અલગ અલગ વિસ્તારનાં જરૂરીયાતમંદ દિવ્યાંગ વ્યક્તિઓને કીટનું વિતરણ કરવામાં વિતરણ કરવામાં આવ્યું હતું