
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં બાંધકામ વિભાગનાં એસ.ઓ.અભિજ્ઞા ગામીતની દાહોદ ખાતે બદલી થતા અધિકારીઓ સહીત પદાધિકારીઓએ વિદાઈ અર્પણ કરી..
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં બાંધકામ વિભાગમાં છેલ્લા બે વર્ષથી એસ.ઓ.તરીકે પ્રામાણિક પણે ફરજ બજાવતી અભિજ્ઞા ગામીતનું ડેપ્યુટેશન પુરૂ થતા તેઓની બદલી ફરી મૂળ જગ્યા એવી દાહોદ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગમાં થઈ છે.આહવા તાલુકા પંચાયતનાં એસ.ઓ અભીજ્ઞા ગામીતની વહીવટી કુશળતા તેમજ સરપંચ સહીત તાલુકાનાં સદસ્યો જોડે મિલનસાર સ્વભાવનાં પગલે તેઓ મહિલા અધિકારી તરીકે લોકપ્રિય હતા.તેઓનું ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતમાં ડેપ્યુટેશન પુરૂ થતા તેઓની દાહોદ ખાતે બદલી થતા આજરોજ આહવા તાલુકા પંચાયતનાં અધિકારીઓ સહિત પદાધિકારીઓએ વિદાઈ સમારોહ યોજી વિદાઈ અર્પણ કરી હતી.આ પ્રસંગે આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળાબેન હીરાભાઈ રાઉત,ઉપપ્રમુખ દેવરામભાઈ જાદવ,ભાજપાનાં મહામંત્રી હરિરામભાઈ સાંવત,આગેવાન હીરાભાઈ રાઉત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાય.પી.જોષી તથા આહવા તાલુકા વિકાસ અધિકારી અરવિંદ પટેલ સહીત અધિકારીઓ અને પદાધિકારીઓએ બદલી પામેલ એસ.ઓ અભીજ્ઞા ગામીતને શાલ ઓઢાઢી શ્રીફળ અર્પણ કરી વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ અર્પણ કરી હતી…