AHAVADANG

ડાંગ: સાપુતારા પોલીસની ટીમે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકની ટીમે માર્ગ સલામતી સપ્તાહ-2023 અંતર્ગત વાહનચાલકોને જાગૃત કર્યા…રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત હોય જેથી અહી બારેમાસ પ્રવાસી વાહનોનો ઘસારો જોવા મળી રહે છે.અમુક વખતે વાહનચાલકો ઓવર સ્પીડ સહીત ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માતને નોતરી રહ્યા છે.ત્યારે પ્રવાસન સ્થળ સાપુતારા સહીત ગામડાઓમાં માર્ગ સલામતીની જાગૃતિ જળવાઈ રહે તે માટે આજરોજ ડાંગ જિલ્લા એસ.પી.રવિરાજસિંહ જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન તથા હે.કો.સંજયભાઈ ભોયે સહિત પોલીસ કર્મીઓએ માર્ગ સલામતી સપ્તાહ -2023ની ઉજવણી કરી હતી.આ પ્રસંગે સાપુતારા પોલીસની ટીમે સાપુતારા માર્ગમાંથી પસાર થતા વાહનચાલકોને મોટર કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવુ,ઓવર સ્પીડ ટાળવી તથા ટ્રાફિકને લગતા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચનાઓ આપી જાગૃતિ કેળવી હતી.સાપુતારા પોલીસની ટીમે પ્રવાસી વાહન ચાલકો સહીત સ્થાનિક વાહન ચાલકોને ટ્રાફિકને લગતા નિયમોની માર્ગદર્શીકા વહેંચી જાગૃત કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button