GUJARATNANDODNARMADA

RAJPIPLA: રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક હરસિદ્ધી માતાજીના મંદિરે મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક હરસિદ્ધી માતાજીના મંદિરે મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

 

જુનેદ ખત્રી > રાજપીપલા

 

હિન્દુ દેવસ્થાન સિમતિ દ્વારા સંચાલિત માઁ હરિસિદ્ધિ મંદિર-રાજપીપલા ખાતે પ્રતિવર્ષ નવરાત્રીના પર્વમાં મંદિર પરિસરની આસપાસ તારીખ ૧૫મી ઓક્ટોબરથી મેળો યોજાનાર છે. જેમાં સ્ટોલની ફાળવણી અને વ્યવસ્થાની અન્ય મહત્વની બાબતો સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

 

             શ્રી હરસિદ્ધી માતાના મંદિરે પ્રતિ વર્ષ નવરાત્રીના સમય દરમિયાન અન્ય રાજ્યો અને સમગ્ર ગુજરાતમાંથી તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અને મેળામાં માટે આવતા હોય છે. ત્યારે મેળાનું આયોજન સુચારુ રીતે થાય, દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય અને યોગ્ય હરાજી થકી પ્લોટની ફાળવણી થાય તે જોવા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ ઉપસ્થિત સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા. સાથે મેળામાં આવતા લોકોને પાર્કિંગ, આરોગ્ય, ફાયર વિભાગ, પોલીસ સુરક્ષા સાથે મેળામાં યોગ્ય સ્વચ્છતા જળવાઈ રહે તેમજ વાહન વ્યવહાર માટે રૂટ ડાયવર્ઝન યોગ્ય રીતે થાય તે જોવા પણ જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button