
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ સરકારી પ્રા. શાળાના ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે શિક્ષકોની નિષ્ઠા પૂર્વક કામગીરી – શ્રી નરેદ્રભાઈ ઠાકરે
ડાંગ જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નરેદ્રભાઈ ઠાકરે દ્વારા તા 7 ના રોજ સુબીર તાલુકાની ખુબજ અંતરિયાળ વિસ્તારમા આવેલ જિલ્લા પંચાયત હસ્તકની વાહુટિયા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામા આવી હતી.
વાહુટિયા પ્રાથમિક શાળાનો સમય 10:30 થી 5 નો હોય છે, પરંતુ પ્રાથમિક શાળામાબાળકો સવારે 9:00 કલાકે આવી જાય છે. શાળાના શિક્ષકો એકથી દોઢ કલાક શાળા સમય પહેલા શાળામા આવીને બાળકોને FLN ( વાંચન લેખન ગણન ) વધારાના સમયમા શૈક્ષણિક કાર્ય કરાવે છે. જેના કારણે આજે શાળામા 86% થી વધારે ધોરણ 2 થી 8 મા બાળકો સારુ FLN( વાંચન લેખન ગણન)કૌશલ્ય ધરાવે છે.
શાળાના તમામ ધોરણ 3 થી 8 ના બાળકોમાથી પ્રથમ સત્રાંત કસોટીમાં 40% થી વધારે લર્નિંગ આઉટકમ ધરાવતા 90% થી વધારે બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી 80% થી ઉપર લર્નિંગ આઉટ કમ ધરાવતા કુલ 47% જેટલા બાળકો છે. શાળામા કુલ 235 બાળકો અભ્યાસ કરે છે.
પ્રાથમિક શાળામા બાળકોને બાહ્ય પરીક્ષા ની તૈયારીઓ પણ કરાવવામા આવે છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ તમામ ધોરણના વર્ગની મુલાકાત લેવામા આવી હતી. બીજા વર્ગોની સાથે પ્રજ્ઞા વર્ગમા પણ શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય આ શાળામા થઈ રહ્યુ છે. જે બદલ શાળામા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નિષ્ઠાથી ફરજ બજાવી રહેલા શાળાના આચાર્ય અને તમામ સ્ટાફને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.