AHAVADANG

ડાંગ: રાહુલ ગાંધીનાં સુરત આગમન પૂર્વે ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે કૉંગ્રેસી આગેવાનોને નજરકેદ કરાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરતની સેસન્સ કોર્ટે માનહાનિનાં કેસનાં બે વર્ષની સજા સંભળાવી છે.રાહુલ ગાંધી કેસના અપીલ માટે 11માં દિવસે બીજી વખત સુરત આવી રહ્યા છે.તેવામાં ડાંગ કૉંગ્રેસી આગેવાનો પણ રાહુલ ગાંધીનાં સ્વાગત માટે સુરત જવાનાં હતા.પરંતુ ડાંગ કૉંગ્રેસી આગેવાનોની આશા પર પાણી ફરી વળ્યુ છે. મોડી રાત્રેથી જ ડાંગ જિલ્લાનાં કોંગ્રેસી કાર્યકર્તાઓનાં ઘરે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લાનાં કોંગ્રેસી આગેવાનોને વહેલી સવારેથી જ નજર કેદ કરી વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી ડીટેઈન કરવાની કામગીરી હાથ ધરી હતી.અહી નજરકેદ કરાયેલ ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસી આગેવાનોએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીનાં લીડર રાહુલ ગાંધીનાં સ્વાગત સત્કાર માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સુરત ખાતે જવાના હતા.તેવામાં લોકશાહીનું ગળુ ઘોટતુ ભાજપ સરકાર અને એમના ઇશારે કામ કરતુ પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર નાકા ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈ તાનાશાહી બતાવી છે.મોડી રાત્રે સરવર ગામ ખાતેથી ડાંગ જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મુકેશભાઈ પટેલ, મીડિયા પ્રમુખ તુષાર કામડી, જીજ્ઞેશ પટેલ, વઘઈ તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ ગમનભાઈ ભોયે,ઝાવડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં આગેવાન ખાલપાભાઈ,નરેશ રેંજડ,રમેશભાઈ સહિત વઘઈ તાલુકાનાં 50થી વધુ આગેવાનોને મોડી રાતથી ડીટેઈન કરવામાં આવ્યા હતા.આહવા ખાતે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી,મનીષ મારકણા સહીતનાં આગેવાનોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા.વધુમાં જણાવ્યુ હતુ કે ભાજપનાં શાસકો લોકશાહીની નિર્મમ હત્યા કરી રહ્યા છે.લોકોનાં હક અધિકાર છીનવી રહયા છે.રાહુલ ગાંધી આ દેશનો અવાજ છે.કરોડો ભારતીયોનો અવાજ છે.જેમના પિતા અને દાદી એ આ દેશ માટે જીવ આપી દીધા હોઈ એવા લોક ચાહના ધરાવતા નેતાને કનડગત કરવા ભાજપ સરકાર સામે આજે સમગ્ર દેશનાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.જેથી લોકશાહી બચાવવા હવે લોકોએ આગળ આવવુ પડશે.બાકી આવી મૂડીવાળી સરકાર દેશનાં તમામ લોકોનાં ન્યાયનાં અવાજને ગળી જશે જેમાં બેમત નથી…

[wptube id="1252022"]
Back to top button