
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં અરૂણભાઈ પાલવેની ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સંઘમાં સહ કોષાધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ….ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સામાન્ય સભા જૂનાગઢનાં કેશોદ મુકામે યોજાઈ હતી.જેમાં ડાંગ જિલ્લાનાં જનતા હાઇસ્કુલ શામગહાન ખાતે કારકુન તરીકે ફરજ બજાવતા અરૂણભાઈ એસ.પાલવેની રાજ્યનાં સહકોષાધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી થઈ છે.ડાંગ જિલ્લામાં સંગઠન શક્તિનાં સિદ્ધાંતથી કામગીરી કરી આગવી ઓળખ ઉભી કરનાર અરૂણભાઈ એસ.પાલવે જેઓ ડાંગ જિલ્લા વહીવટી કર્મચારી સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ ચૂંટાયા પછી કર્મચારીઓનાં પ્રશ્નોનાં ઉકેલ માટે જિલ્લાનાં પ્રમુખ રામચન્દ્ર ગાવીતનાં માર્ગદર્શન હેઠળ સરાહનીય પ્રયાસો કર્યા હતા.જે કામગીરીને ધ્યાનમાં રાખી રાજય કર્મચારી સંઘની સામાન્ય સભામાં સહ કોષાધ્યક્ષ તરીકે નેતૃત્વ આપવાની સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી સંઘમાં ડાંગ જિલ્લાની જનતા હાઇસ્કુલ શામગહાનનાં કારકુન અરૂણભાઈ એસ.પાલવેની સહ કોષાધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા ડાંગ જિલ્લા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક કર્મચારી મંડળનાં આચાર્યો,શિક્ષકો,કારકુનો તથા શાળાનાં આચાર્ય મનુભાઈ ગાવીત તેમજ સંચાલક મંડળનાં પ્રમુખ શિવરામભાઈ ખેરાડ સહીત મંત્રી જાનાભાઈ ગાયકવાડે અભિનંદન પાઠવ્યા છે…