
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
જિલ્લા પંચાયત હસ્તક કાલીબેલ ના પેટા આરોગ્ય કેન્દ્ર નું ખાત મુહૂર્ત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ભાઈ ગાવીત ના હસ્તે…આરોગ્ય શાખા , જિ.પ.ડાંગ હસ્તકના પ્રાથમિક આરકોગ્ય કેન્દ્ર , કાલીબેલમાં સમાવિષ્ટ પેટા આરોગ્ય કન્દ્ર , કોશિમદા , તા.વઘઇ , જિ.ડાંગનું ખાતમૂહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિત ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ જેમાં આરોગ્ય અધ્યક્ષ હેતલબેન શાંતારામભાઇ ચૌધરી , આરોગ્ય અધ્યક્ષા પાઉલ ગામીત , તાલુકા સદસ્ય તથા ગામના પ્રથમ નાગરીક રાજેશભાઇ ગામીત અને જિલ્લાના આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા અને આ શુભ અને આરોગ્ય લક્ષી લોકો ના સ્વાસ્થ્ય ઉપયોગી આરોગ્ય કેન્દ્ર જે તમામ લોકો ને ઉપયોગી સાબિત થશે આ ખાતમૂહૂર્તની કામગીરીને સફળ બનાવવા તમામ નેતા તેમજ આરોગ્ય વિભાગ ની ટિમ ના અધિકારી ઓ ઉપસ્થિત હતા હવેથી કોશિમદા ગામના લોકોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે .