AHAVADANG

ડાંગ: સુબિર તાલુકાનાં કેશબધ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા યોજનાં અંતર્ગત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ નાં ઇમ્પલીમેન્ટેશન હેઠળ ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ અધિકૃત હેન્ડ હોલ્ડીંગ એજન્સી અને સી.બી.બી.ઓ દ્વારા રવિ સીઝન માં હાલ જ્યારે રવી પાકો ખેતર માં લહેરાય રહ્યા છે ત્યારે એને વિવિધ પોષણ મળી રહે તેમજ આવતા રોગ અને જીવાત નિયંત્રણ માટે મદદરૂપ એવા વિવિધ પ્રાકૃતિક કૃષિ આયામો નાં ઓન ફાર્મ ડેમોસ્ટ્રેશન અપાય રહ્યા છે.તેમાં સુબિર તાલુકામાં આવેલ કેશબંધ ગામે પ્રાકૃતિક કેશબંધ ખેડૂત ઉત્પાદક સંઘના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી, જીવામૃત બનાવવાની તાલીમ, ઉપરાંત જીવામૃત નું ઓન ફાર્મ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ, જેથી દરેક ખેડૂત પોતાના ખેતરમાં / ઘરે જીવામૃત બનાવી શકે.. ઉપરાંત આહવા તાલુકામાં FPC બનેલ છે, જેમા સભાસદ બનવા ખેડૂત મિત્રોને અપીલ પણ કરાઈ હતી. જેમા કેશબંધ ગામના આગેવાનો એ અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ઉપસ્થિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આં ઉપરાંત પ્રાકૃતિક ગલકુંડ ઉત્પાદક સંઘ ના જામદર ઞામમા રવિવારે સાંજે તાલીમ યોજાઈ હતી જેમાં પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી, જીવામૃત બનાવવાની તાલીમ, ઉપરાંત ઓન ફાર્મ જીવામૃત નું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ,જેમાં ગામ ના આગેવાનો તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો બહોલી માત્રામાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.

[wptube id="1252022"]
Back to top button