
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં માનમોડી ગામનાં માર્ગમાં પીકઅપ વાન ચાલકે 3 વર્ષનાં માસૂમ બાળકને અડફેટમાં લેતા ઘટના સ્થળે આ બાળકનું મોત નિપજતા અકસ્માત સર્જાયો….પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મોટાબરડાથી બોન્ડારમાળ ગામે કારેલા ભરવા જતી પીકઅપ વાન.ન.જી.જે.15.એક્સ.એક્સ.0800 જેનાં ચાલકે માનમોડી ગામનાં આંતરીક માર્ગમાં પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઘરની બહાર જાહેર રોડ પર નીકળેલ 3 વર્ષીય બાળક નામે સાઈકુમાર શ્યામભાઈ ધૂળેને અડફેટમાં લઈ શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા આ માસૂમ બાળકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજાવ્યુ હતુ.માનમોડી ગામે પીકઅપ વાનનાં અડફેટમાં માસૂમ બાળકનું મોત નિપજતા આ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.હાલમાં મૃતક બાળકની માતા શુશીલાબેન શ્યામભાઈ ધૂળેનાઓએ પીકઅપ ચાલક વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા સાપુતારા પી.એસ.આઈ કે.જે.નિરંજને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…