AHAVADANG

સુબિર તાલુકાના નકટીયાહનવંત ગામે બાગાયત વિભાગ દ્વારા એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના નકટીયાહનવંત ગામે તાજેતરમા એક દિવસીય ખેડૂત તાલીમનુ આયોજન કરાયુ હતુ. આ તાલીમી કાર્યક્રમમા બાગાયત વિભાગ તરફથી તાલીમાર્થી ખેડૂતોને તાંત્રિક તથા યોજનાકીય માર્ગદર્શન પુરુ પડાયુ હતુ. કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવરામભાઈ ગવળી, માજી જિલ્લા ઉપપ્રમુખ શ્રી સોમનાથભાઈ ભોયે, સર્વશ્રી મન્યાભાઈ ગાવીત, યોગેશભાઈ પવાર, કાઠુભાઈ ફાલવી, મોતીરામભાઈ બહીરામ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન બાગાયતી પાકો બાબતનુ તાંત્રિક માર્ગદર્શન શ્રી નિતેશભાઇ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર, વઘઈ એગ્રીકલ્ચર કોલેજ દ્વારા આપવામા આવ્યુ હતુ. શ્રી યોગેશભાઈ ગાવીત, આત્મા એટીએમ દ્વારા, પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંતો ઉપર માર્ગદર્શન પુરુ પડાયુ હતુ. બાગાયતી યોજનાઓ બાબતે ડો અમોલ ગોંગે, બાગાયત અધિકારી-સુબીરે માર્ગદર્શન આપ્યુ હતુ. આ વેળા પ્રગતશીલ ખેડૂત તરીકે ઉપસ્થિત રહેલા શ્રી ભરતભાઈ ચૌધરી દ્વારા ખેતીના અનુભવો બાબતે ચર્ચા કરવામા આવી હતી.

કાર્યક્રમના અંતે આભારવિધિ શ્રી યશભાઈ પટેલ, બાગાયત અધિકારી-વઘઈ દ્વારા કરવામા આવી હતી. સમગ્ર કાર્યક્રમ જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક શ્રી સી.જી.પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામા આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button