
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત અનાથઆશ્રમની બાળકીઓએ રાજયનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનાં જન્મદિવસની ઉજવણી કરી….
રાજ્યનાં યુવાન અને કાર્યદક્ષ એવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આજરોજ જન્મ દિવસ હતો.ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બરમ્યાવડ ગામે પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમની કુલ 80 આદિવાસી બાળકીઓએ ગુજરાત રાજ્યના ગૃહ રાજય મંત્રી હર્ષભાઈ સંઘવીનાં જન્મ દિવસ નિમિત્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી.આજરોજ બરમ્યાવડ અનાથ આશ્રમ શાળા ખાતે ભણતી દીકરી યામિનીનો પણ જન્મ દિવસ હોય જેથી આ દીકરીનો જન્મ દિવસ તથા રાજયનાં ગૃહમંત્રીનાં જન્મદિવસની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકીઓનાં હસ્તે કેક કપાવી અને તમામ બાળકીઓને ફ્રૂટનું વિતરણ કરી સમાજમાં સારૂ એવુ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ…