
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડાંગ જિલ્લાનાં વઘઇ નજીકનાં બારખાંદિયા ફાટક પાસેથી કુલ ૪૯,૯૭૫નો ગેરકાયદેસર દારૂનાં જથ્થા સાથે ૪ બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બારખાંદીયા ફાટક પાસેથી અમુક બુટલેગરો મોટરસાયકલ પર દારૂનો જથ્થો હેરાફેરી કરી રહ્યાની બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની પોલીસ ટીમે વોચ ગોઠવી હતી.ત્યારે વઘઇ તાલુકાનાં બારખાંદિયા ફાટક પાસે બ્રિજ પર ગેરકાયદેસર દારૂનાં જથ્થા સાથે ૪ ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.અહી સ્ટેટ મોનીટરીંગ સેલે આ ઈસમો પાસે સઘન તપાસ કરતા તેઓ પાસેથી ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની કુલ ૬૮૯ બોટલો જેની કિંમત ૪૯,૯૭૫ ,મોબાઈલ ફોન ૫ નંગ જેની કિંમત ૨૦,૫૦૦ તથા મોટરસાયકલ ૨ જેની કિંમત ૮૦,૦૦૦ મળી કુલ ૧,૫૦,૮૬૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.હાલમાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બુટલેગરોમાં ચન્દ્રેશભાઈ ઉર્ફ સનીભાઈ બુધીયા પવાર,રાહુલભાઈ છોટુભાઈ યાદવ,મેહુલભાઈ નરેશભાઈ નાયકા, પ્રથમભાઈ મોરલીભાઈ ગાંગોડા તમામ રે.વઘઇનાઓની ધરપકડ કરી વઘઇ પોલીસ મથકે સોંપ્યા હતા.જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર કુલી નામનો ઈસમ.રે.નાસિક તથા દારૂનો જથ્થો મંગાવનાર પિન્ટુ લક્ષમણ ગાયકવાડ રે.વઘઇનાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ વઘઇ પી.એસ.આઈ પી.બી. ચૌધરીએ હાથ ધરી હતી..