ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના ત્રણ દિવસો બાકી રહ્યા છે પતંગ રસીયાઓ પતંગ તેમજ પતંગની દોરીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે

તા.10.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના ત્રણ દિવસો દિવસો બાકી રહ્યા છે.ય પતંગ રસીયાઓ પતંગ તેમજ પતંગની દોરીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે પોલિસ તંત્ર પણ ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ ઉપયોગ પરગના પ્રતિબંધના સુચતતા પૂર્વક અમલ કરાવવા માટે કટીબદ્ધ બન્યું છે ત્યારે ઝાલોદ પોલિસે પણ ઝાલોદ નગરમાં બે જુદી જુદી જગ્યાએ આવેલ બે દુકાનોમાંથી રૂપિયા ૫૧ હજાર ઉપરાંતની કિંમતના ચાઈનીઝ દોરીના નાના-મોટા ફીરકા નંગ-૫૧ પકડી પાડી કબજે લઈ બંને દુકાનોના માલિકોની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ નગરમાં પતંગની દુકાનો પર ઝાલોદ પોલિસ ચાંપતી નજર રાખી રહી છે તે દરમ્યાન ગઈકાલે ઝાલોદ પોલિસે સાંજે સાડા છ વાગ્યાના સુમારે ઝાલોદ ગીતા મંદીર રોડ પર આવેલ સચીન મેન્સવેર નામની દુકાનમાં અને રાતે સાડા સાત વાગ્યે ઝાલોદ બસ સ્ટેશન ચોકડી નજીક માળીના સોપંગી સ્ટેશનમાં આવેલ એક દુકાનમાં એમ બે જગ્યાએ ઓચિંતો છાપો મર્યો હતો અને ઝાલોદ ગીતામંદીર રોડ પર આવેલ સચીન મેન્સવેર નામની દુકાનમાંથી રૂા. ૧૬૦૦૦ની કિંમતના પ્રતિબંધિત એવા ચાઈનીઝ દોરીના ફીરકા નંગ-૫૦ તથા બસ સ્ટેન્ડ ચોકડી નજીક માળીના શોપીંગ સેન્ટરમાં આવેલ દુકાનમાં ઓચિંતો છાપો મારી રૂા. ૩૫૦૦૦ની કિંમતના પ્રતિબંધીત એવી ચાઈનીઝ દોરીના નાના મોટા ફીરકા નંગ-૧૦૧ ઝડપી પાડી કબજે લીધા હતા આમ ઝાાલોદ પોલિસે એક જ દિવસમાં રૂા. ૫૧,૫૦૦ની કિંમતની ચાઈનીઝ દોરીના નાના મોટા ફીરકા નંગ-૧૫૧ પકડી પાડી કબજે લીધા હતા અને બંને દુકાનદારોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે