DAHOD

સંજેલી ના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં સ્વ. હીરાબાને શ્રધ્ધાજલી અર્પણ કરવામાં આવી

તા.1.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી ના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં સ્વ. હીરાબાને શ્રધ્ધાજલી અર્પણ કરવામાં આવી

 

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના માતા સ્વ. હીરાબા દેવલોક પામ્યા છે ત્યારે સતગત આત્માને શાંતિ માટે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે નવોદય પ્રવેશ પરીક્ષાની તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ અને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપના સભ્યો દ્વારા બે મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાજલી પાઠવવામાં આવી હતી. જેમાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ.મકવાણા ફૂલ અર્પણ કરી ને શ્રદ્ધાજલી પાઠવી હતી. ભારતના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃ પુ. હીરાબાનું શતાયુ વર્ષે દેહાવસાન થયું છે તે નિમિતે નમ્ર શ્રદ્ધાજલી આપવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા સંજેલી ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપના સભ્યો અશ્વિનભાઈ સી. સંગાડા અને રાજુભાઈ એસ. મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button