
તા.13.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ પ્રાંત કચેરીમાં મેઈન લાઈટ સપ્લાયની ડીપી બળી જતા કામગીરી ખોરવાઈ
ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ૧૧.૧.ર૩ના રોજથી લાઈટને લઈ અનેક કામગીરી ખોરવાઈ જવા પામી છે. મામલતદાર કચેરીની અંદર બે દિવસથી લાઈટ અપડાઉન થતા આમ પ્રજાને ધક્કા ખાવા પડી રહ્યા છે. લાઈટ બંધ રહેતા ઓનલાઈન થતી દરેક કામગીરી બે દિવસથી બંધ છે. વહેલી સવારથી ગામડામાંથી કામ અર્થે આવેલ નાગરિકોને લાઈટના હોવાના લીધે બે દિવસથી ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. લાઈટનું સમારકામ બે દિવસથી ચાલુ છે પણ લાઈટનું સમારકામ કરતા લોકોને કોઈ મોટો ફોલ્ટ લાગે છે. મામલતદાર કચેરીની અંદર લાઈટ સપ્લાઈને લગતી મેઈન લાઈનમાં ખામી સર્જાઈ રહેલ છે. જાણવા મુજબ કચેરી ખાતેની અંદર મેઈન ડીપી બળી ગયેલ છે. કચેરી ખાતે લાઈટ રીપેરીંગને લઈ કામગરી ચાલુ છે પણ અચાનક સર્જાતી સમસ્યાને લીધે નાના-મોટા ઓનલાઈનને લગતા કામને લઈ લોકોને તકલીફ ભોગવવી પડી રહેલ છે. લાઈટનું સમારકામ બે દિવસથી ચાલુ છે પણ લાઈટનું સમારકામ કરતા લોકોને કોઈ મોટો ફોલ્ટ મળતો નથી એવુ લાગે છે. મામલતદાર કચેરીની અંદર લાઈટ સપ્લાયને લગતી મેઈન લાઈનમાં ખામી સર્જાઈ રહેલ છે. જાણવા મુજબ કચેરી ખાતેની અંદર મેઈન ડીપી બળી ગયેલ છે. કચેરી ખાતે લાઈટ રીપેરીંગને લઈ કામગીરી ચાલુ છે પણ અનાયસ સર્જાતી સમસ્યાને લીધે નાના-મોટા ઓનલાઈનને લગતા કામને લઈ નગરના અને ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડી રહેલ છે.