
તા.07.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દેવગઢ બારીયાની પાનમ નદીમાં ચાલતી લિઝ પર ખાણ ખનીજ વિભાગના દરોડા, એક કરોડનો મુદામાલ જપ્ત કરાયો
દેવગઢબારિયા દેવગઢબારિયા તાલુકાના ચેનપુર ગામે થઇ પસાર થતી પાનમ નદીમાં સફેદ રેતીનો કાળો કારોબારની હાટડીઓ ધમધમતી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. દેવગઢ બારીયાની પાનમ નદીમાં ગેરકાયદેસર રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની બાતમી દાહોદ ખાણ ખનીજ મળતા આજરોજ દાહોદ જીલ્લા ખાણ ખનિજ અધિકારીઓએ અચાનક લીઝમાં દરોડો પાડી તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રેતી ખનન કરતાં એક હિટાચી મશીન, એક હાઇવા ડમ્પર, એક ટ્રક ગાડી સહિત ઝડપી પાડતા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યોં હોવાનું જાણવા મળેલ છે.
દેવગઢ બારીયાની પાનમ તેમજ ઉજળ નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યો છે. જેના પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેત ખનનના કાળા કારોબારમાં સંડોવાયેલા તત્વોને ડામવા માટે સક્રિય થયું છે. ત્યારે છેલ્લા એક મહિનામાં વારાફરતી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ પુનઃ એક વખત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ચેનપુર ગામે ચાલતી લિઝ પર દરોડો પાડી ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર રેતી ખનન કરતા એક હિટાચી મશીન, એક હાઇવા ડમ્પર, એક ટ્રક ગાડી સહિત ઝડપી પાડતા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી ચેનપુર ગ્રામ પંચાયત ખાતે મુકી સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમજ બે ગાડીઓ દાહોદ કલેકટર કચેરી ખાતે લઈ જવામાં આવી હતી.જેને લઇ દેવગઢબારિયા પંથકના રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવાં પામ્યો. હતો. અત્રે ઉલ્લેખીએ છે કે દાહોદ ખાણ ખનિજ દ્વારા અવાર નવાર રેડ પાડવામાં આવે તો રેતીની ચોરી થતાં અટકે અને સરકારી તિજોરીનું પણ નુક્સાન ના થાય તેવું જલ માનસમાં ચર્ચાઈ રહ્યું છે