DAHOD

દાહોદ જીલ્લામાં ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા લોન સહાય

તા.09.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જીલ્લામાં ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા લોન સહાય

બેન્કમાંથી મંજુર થયેલ પ્રોજેક્ટ રકમની ૩૫ % સબસીડી જે મહતમ રૂ. ૧૦ લાખની મર્યાદામાં મળી શકે છે

ભારત સરકારની ફૂડ મીનીસ્ટ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાન મંત્રી ફોર્માલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ સ્કીમ (PMFME) અમલમાં છે. આ યોજના અંતર્ગત બેન્કમાંથી મંજુર થયેલ પ્રોજેક્ટ રકમની ૩૫ % સબસીડી જે મહતમ રૂ. ૧૦ લાખની મર્યાદામાં મળી શકે છે. આ પ્રોજેક્ટ તૈયાર કરી જીલ્લા કક્ષાએ નિમણુંક કરેલ ડી.આર.પી. નો સંપર્ક કરી રજુ કરી શકો છો.

પ્રોજેક્ટ બનાવવાથી માંડી ઓનલાઈન રજુ કરવા સુધી દરેક બાબતે મદદ કરવા સરકાર દ્વારા જીલ્લા કક્ષાએ ડી.આર.પી. શ્રી ગજેન્દ્ર શાહ (વિષય તજક્ષ, મો. નં. ૯૭૧૨૬૫૪૬૦૦) રાખવામાં આવ્યા છે. સરકારની આ યોજનાનો લાભ લઇ હાલ ચાલી રહેલ મુલ્યવર્ધનના ઉદ્યોગને વધારી પણ શકો અને નવા ઉધોગ સાહસિકો પોતાનો નવો ઉધોગ ચાલુ પણ કરી શકે. આવા નાના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો જેવા કે અથાણું, પાપડ, ખાખરા , ફળના જ્યુસ , ચિપ્સ, કેન્ડી વગેરે ઉભા થવાથી ફળ-શાકભાજીનો બગાડ અટકી શકે અને ખેડૂતોને વધારે પોષણક્ષમ ભાવો અપાવી શકીએ.

દાહોદ જીલ્લાના ઉદ્યોગ સાહસિકોએ આ યોજનાનો લાભ લેવા માટે અત્રેની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ,૨૩૩- જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદ નો સંપર્ક કચેરી સમય દરમ્યાન સાધવા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button