DAHOD

દાહોદમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, ગ્રામજનો સહિત ૫ લાખથી પણ વધુ લોકોએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો લાભ લીધો

તા.27.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, ગ્રામજનો સહિત ૫ લાખથી પણ વધુ લોકોએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો લાભ લીધો

વિદ્યાર્થીઓની સાથે સાથે પદાધિકારીઓ , અધિકારીશ્રીઓ પણ જોડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દેશભરમાં વિદ્યાર્થીઓનો પ્રિય કાર્યક્રમ બની ગયો છે ત્યારે આજે ટીવી પર પ્રસારીત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધ સ્થળેથી વિદ્યાર્થીઓની સાથે સાથે પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ પણ જોડાયા હતા. સૌએ રસપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દાહોદ દ્વારા જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સુંદર આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, ગ્રામજનો સહિત ૫ લાખથી પણ વધુ લોકોએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો લાભ લીધો હતો

આ કાર્યક્રમના ટીવી પ્રસારણને રાજ્યમંત્રી  બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સર્વ શૈલેષ ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેશ ભુરિયા, કલેકટર ડો. હર્ષિત ગોસાવી, ડીડીઓ  નેહા કુમારી, જિલ્લા શિક્ષણાધિકારી  કાજલ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  મયુરભાઈ સહિતના અધિકારીઓ , અગ્રણી  નરેન્દ્રભાઇ સોની તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો

[wptube id="1252022"]
Back to top button