
તા.03.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદમાં શિશરની ગુલાબી ઠંડીમાં પ્રકૃતિ પણ અદભુત સૌદર્ય સાથે ખીલી ઉઠી છે. શીતઋતુનો આ રમ્ય મંહોલ પંખીઓને મહેમાન બનવા લલચાવે છે અને અનેક પ્રવાસી પંખીઓ શિયાળું વિઝા લઈ અહી ધામા નાખે છે. વર્ષાઋતુના અંતે નવા નીર મળતા અહીનો ડુગરાળ પ્રદેશ ખીલી ઉઠે છે. અને તળાવના છીછરા પાણીમાં પ્રવાણી પંખીઓ જઠરાગ્નિ ઠારવા તપ કરતા જાેવા મળે છે.
શિશરની મૌસમમાં દાહોદની સુંદરતચામાં પ્રેમના પ્રતિક મનાતા સારસ પંખીઓ ઉમેરો કરી રહ્યા છે અને પક્ષી પ્રેમીઓ માટે સારસ બેલડીના મનોરમ્ય દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શિયાળામાં અનેક પ્રવાસી પંખીઓ દાહોદના મહેમાન બનતા હોય છે જ્યારે સારસ પંખીઓ અહબીંના જ વતની છે અને જિલ્લામાં વનવિભાગ દ્વારા ડિસેમ્બરના અંતિમન અઠવાડિયામાં સારકસ પક્ષીઓની વસ્તી ગણતરી આરંભાઈ હતી. બારીયા વન વિભાગના નાયબ વન સંરક્ષક(આઈએફએસ) શ્રી આર.એમ. પરમાર જણાવે છે કે, સારસર પંખીઓની દાહોદ, ઝાલોદ અને ગરબાડા ખાતે સંખ્યા નોંધાયેલી છે. હાલમાં જિલ્લામાં દાહોદ નજીક હોલિઆંબા, તળાવ, ફુટેલાવ તળાવ, નાની ખરજ, બોરખેડા, પાટા ડુંગરી ડેમ અને માછણનાળા ડેમ નજીકના વિસ્તારમાં જાેવા મળ્યા છે અને આજુબાજુના વિસ્તારમાં આ પક્ષીઓનો ગુંજારવ સાંભળવા મળી રહ્યો છે. ડિસેમ્બરની વસ્તી ગણતરીમાં સારસ પંખીઓન સંખ્યા ૧૨ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. સારસની મોટાભાગની વસ્તી યુપીમાં જાેવા મળે છે. બાકીની વસ્તી ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીસ રાજ્યોમાં વહેચાયેલી છે. ભારતમાં સારસ ૧૭૦૦ મીટરની ઉંચાઈ સુધી જાેવા મળે છે. સારસ બેલડી દામપ્ત્યજીવનનું પ્રતીપ માનવામાં આવે છે. એક મૃત્યને ભેટે તો બીજું પક્ષી શોકમગ્ન થઈ મોતને ભેટે છે. પ્રમેઈડ ફોર ઈંચ અઇધરષની જીવનવશૈલી માટે જાણીતું પક્ષી છે. સારસ-ક્રેન એ વિશ્વસનું સૌથી ઉછું ઉડતું પક્ષી છે. આખા ભારત દેશમાં જાેવા મળચું બીજા પક્ષીઓ કરતા સૌથી મોટું પક્ષી છે. નર પક્ષીની ઉંચાઈ ૧૬૦ સેમી જેટલી હોય છે. માદાની ઉંચાઈ નરથી સહેજ થોડી ઓછી હોય છે, તે એક જ જીવનસાથી સાથે જીવન માટે સંવનન કરવા માટે જાણીતું છે