DAHODGARBADA

ગરબાડા ના આઝાદ ચોક વિસ્તારમાં બારેમાસ જાહેર રસ્તા પર વહેતા ભૂગર્ભ ગટરના પાણી ના કારણે સ્કૂટર સ્લીપ થતાં ચાલક મહિલા રોડ પર પટકાઈ

ગરબાડા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં અધુરી ભૂગર્ભ ગટર યોજના ના કારણે ગટરનું ગંદુ પાણી બારેમાસ રસ્તા પર રહે છે અને આઝાદ ચોક વિસ્તારના રસ્તા ઉપર દૂષિત પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગામમાં આવતો મુખ્ય માર્ગ હોવાના કારણે આવતા જતા વાહન ચાલકોને રસ્તા પર ગટરના ગંદા પાણી ના કારણે અકસ્માત ભીતિ સર્જાતી હોય છે ગતરોજ સવારના સમયે સ્કૂટર ચાલક મહિલા આઝાદ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ગટરના દૂષિત પાણીમાં ગાડીએ સ્લીપ મારતા મહિલા સ્કૂટર સાથે રોડ પર પટકાઈ હતી જેમાં મહિલાને શરીરના ભાગે ઇજાઓ થવા પામી હતી સદ નસીબે ઘટના બની ત્યારે વાહનોની અવરજવર ઓછી હતી જેથી કોઈ મોટી ઘટના ઘટી ન હતી. થોડા સમય પહેલા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ગરબાડા ના ભૂગર્ભ ગટરની સમીક્ષા પણ કરી હતી અને ભૂગર્ભ ગટરને ફરીથી ચાલુ કરવા જેટિંગ મશીન ફાળવવા માટેની પણ નોંધ લીધી હતી પરંતુ હજી સુધી પરિણામ શૂન્ય આ દૂષિત પાણીના નિકાલ બાબતે ગામ લોકો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયત સહિત ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે છતાં પરિણામ મળતું નથી હવે જોવાનો રહ્યો આગામી સમયમાં તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button