
તા.11.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા આજરોજ સંજેલી તાલુકામાં આજુ બાજુ ગામડાઓના ધોરણ ૫ માં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ ના ફોર્મ કેવી રીતે ભરવા અને ફોર્મ ભરવા શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે અને ફોર્મ ભર્યા બાદ કેવી રીતે ઓનલાઇન કરવું તેની જાણકારી આપવામાં આવી હતી. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ.મકવાણાએ અંદાજે ૧૫૦જેટલા વિદ્યાર્થીઓને નિશુલ્ક નવોદય ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે અમારા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગો સંજેલી – મોરા – સુખસર તાલીમ પર અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે નવોદય પ્રવેશ પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક અશ્વિનભાઈ સી. સંગાડા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસરના સંચાલક રાજુભાઈ એસ. મકવાણા તેમજ અન્ય વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા