DAHOD

ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં ઘર ફોડ ચોરીઓમાં સંડોવાયેલા 5 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડતી ફતેપુરા પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સહિત આજુબાજુના વિસ્તારોમાં ચોરોએ આતંક મચાવ્યો છે ઠેક ઠેકાણે અને વારંવાર ઘર ફોડ ચોરીઓ અંજામ આપીને તસ્કરો રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના ની ચોરીઓને અંજામ આપતા હતા આ બાબતની રજૂઆતો અને ફરિયાદો ફતેપુરા પોલીસ મથકે નોંધાઈ હતી.
જેના પગલે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ.જી.કે ભરવાડે અલગ અલગ પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવીને હુમન સોર્સ અને આધુનિક ટેકનોલોજી ની મદદથી તેમજ ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં રાત દિવસ પેટ્રોલિંગ કરીને આ ચોરીઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
હાલ આ પાંચે શંકાસ્પદ આરોપીઓ ના રિમાન્ડ મેળવવા માટેની ફતેપુરા પોલીસે તજવીજ હાથ ધરી છે.આ પાંચે શંકાસ્પદ આરોપીઓના રિમાન્ડ બાદ વધુ વિગતો જાણવા મળશે.

[wptube id="1252022"]
Back to top button