DAHOD

ઝાલોદ નગરપાલિકાને અવારનવાર લેખીત અને મૌખિક કહેવા છતાય કોઈ પગલાં લેતી નથી

તા.10.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ નગરપાલિકાને અવારનવાર લેખીત અને મૌખિક કહેવા છતાય કોઈ પગલાં લેતી નથી

ઝાલોદ બસસ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ આવેલ છે. પેટ્રોલપંપ દ્વારા અવારનવાર કેટલીય વાર રોડ પર પાણી છોડવામાં આવે છે આ પાણીનો કોઈ નિકાલ ન હોવાથી પાણી એક જગ્યાએ આવી રોકાઈ ભરાઈ જાય છે તેથી પેટ્રોલપંપની આસપાસ આવેલ દુકાનદારોની દુકાનો આગળ આવી પાણી ભરાઈ જાય છે.
આ અંગે પેટ્રોલપંપના સંચાલકને કેટલીય વાર કહેવા છતાય પાણીના યોગ્ય નિકાલનો રસ્તો બનાવતા નથી અને તેની સજા આજુબાજુના દુકાનદારોને ભોગવવી પડે છે. દુકાનદારોની આગળ પાણી ભરાઈ આવતા વ્યાપારીયોને વ્યાપાર કરવામાં તકલીફ પડે છે. વ્યાપારિયોની દુકાન આગળ પાણી ભરાઈ રહેલ હોવાથી વ્યાપાર કરવામાં અગવડતા પડે છે તેમજ આવનાર ગ્રાહક પણ હેરાન થઈ જાય છે.
ઝાલોદ નગરપાલિકાને આ અંગે અવારનવાર લેખીત, ટેલીફોનીક તેમજ જવાબદાર નગરપાલિકાના કામદારો અને કાઉન્સિલરોને આ અંગે વારે કેટલીય વાર રજૂઆત કરવા છતાય પેટ્રોલપંપના સંચાલક પર કોઈ પગલાં લેતા નથી તેમજ આ પાણી દુકાનદારોની દુકાન આગળ ભરાઈ જાય છે તેના નિકાલનો કોઈ રસ્તો કરતા નથી.
અહીંયાં રહેતા વેપારીઓ દ્વારા માંગ કરાઈ રહેલ છે કે હવે આ પાણીનો યોગ્ય નિકાલ પેટ્રોલપંપના સંચાલકો દ્વારા કરાય અને જવાબદાર તંત્ર વ્યાપારીની મુશ્કેલી સમજી તેનો સત્વરે નિરાકરણ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button