દાહોદ ના ઉકરડી ગામે દાળમિલની પાછળ રમાતા જુગાર રમતા પાંચ જેટલા જુગારીઓને જેલના સળીયા પાછળ મોકલી આપ્યા

તા.03.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ના ઉકરડી ગામે દાળમિલની પાછળ રમાતા જુગાર રમતા પાંચ જેટલા જુગારીઓને જેલના સળીયા પાછળ મોકલી આપ્યા
દેલસર ગામના સોમાભાઈ માનસિંગભાઈ મેડા લાલુભાઈ મલાભાઈ મેડા ઉસરવાણ માવી ફળિયાના હિંમતભાઈ હરમલભાઇ માવી ઝાલોદ રોડ રામ હોટલ ની પાસે અજયભાઈ પોપટભાઈ સાંસી તથા દિલસર ગામના ડુંગરા ફળિયામાં રહેતા મુકેશભાઈ પુનિયાભાઈ ડામોર એમને પાંચ જણાને ગઈકાલે સાંજના સુમારે ઉકરડી ગામેં દાળ મિલની પાછળના પત્તા -પાના વડે હારજીતનો જુગાર રમતા હોવાની દાહોદ તાલુકા પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસે સાંજે સાડા છ વાગ્યાના સુમારે બાતમીમાં દશાંવેલ મુજબની જગ્યાએ ઓચિતો છાપો મારતા જુગાર રમી રહેલા ઉપરોક્ત જુગારીઓમ નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલીસે તેઓને ચારે બાજુથી ધેરી લીધા હતા અને તમામને પકડી પાડી દાવ પરથી તથા અંગઝડતીના મળી રૂ.10.650ની રોકડ પતાની કેટ નંગ.1 તા રૂપિયા.11000 ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી રૂ.21.650નો મુદામાલ પકડી પાડી કબ્જે લીધો હતો આ સબંધે તાલુકા પોલીસે ઉપરોક્ત પાંચે જુગારીઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધારી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે