DAHOD

દાહોદ તાલુકાના મોટી ખરાજ ગામે થી દાહોદ ગ્રામ્ય પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડી વિદેશી દારૂના મુદામાલ સાથે મહિલાની અટકાયત કરી

તા.07.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ તાલુકાના મોટી ખરાજ ગામે થી દાહોદ ગ્રામ્ય પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડી વિદેશી દારૂના મુદામાલ સાથે મહિલાની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે


દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદીને ડામવા માટે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં દાહોદ પોલીસ દ્રારા ઠેર ઠેર ચેકીંગ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ ગ્રામ્ય પોલીસ મથક પીએસઆઇ નયનસિંગ પરમાર તેમજ પોલીસના જવાનો દાહોદ તાલુકાના ખરજ ગામે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ખરજ ગામના ડામોર ફળિયામાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની જાણ પીએસઆઇ નયનસિંગ પરમારને થતા તેઓએ પોલીસ જવાનો સાથે ડામોર ફળિયામાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જતનીબેન માનસિંગભાઈ તિતરીયા ભાઈ ભુરીયાને ભારતીય બનાવટના વિદેશી દારૂની નંગ.336 બોટલો મળી રૂ.34.272 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પ્રોહી અંગે નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button